ઢસરડા ઓછા કરો અને વિચારો…
એક ગાડીમાં ડિઝલ ખુટી ગયું એટલે ત્રણ કી.મી. ધક્કા મારી મારીને બધાં પેટ્રોલ પંપ પહોંચ્યાં… વડીલ : સાંભળ, ટાંકી ફુલ કરાવી લેજે અને ડેકીમાં એક કેન પડ્યો હશે એ પણ ભરાવી જ લેજે… યુવાન : પણ એ કેન તો ફુલ ભરેલો છે… વડીલ : તો ધક્કા કેમ મરાવ્યા…???_ એને વાપરી નંખાય ને…!!_ યુવાન : અરે, એ તો ઇમરજન્સી માટે રાખ્યો છે ને…!!! મિત્રો… રોજિંદા જીવન દરમ્યાન આપણે પણ આવું જ કરીએ છીએ…!!! કમાવા પાછળની દોટ… ભેગું કરવાનો શોખ અથવા ઘેલછા… ખરાબ સમયે કામ આવશે એવી ધારણાઓ માટે… એટલાં બધા ઢસેડા કરીએ છીએ કે… જીવનની સાચી રાઇડ માણી જ શકતાં નથી… માટે જ મિત્રો… આનંદથી જીવી લો… મોજ કરો… જીવન જીવી…
અક્ષૌહિણી સેના : મહાભારત ની વાતો..
પ્રાચીન ભારતમાં અક્ષૌહિણી એક સૈન્ય તરીકે ગણાય છે.મહાભારતના એ ધર્મયુદ્ધમાં અઢાર અક્ષૌહિણી સેનાનો નાશ થયો હતો. મહાભારતના યુધ્ધમાં સૈન્યમાં મનુષ્યોની સંખ્યા ઓછામાં ઓછી ૪૬૮૧૯૨૦ હતી.ઘોડાઓની સંખ્યા ૨૭૧૫૬૨૦ હતી.તેમજ આટલીજ સંખ્યામાં હાથીઓ હતાં. આ સંખ્યાથી તો એ ખ્યાલ આવીજ ગયો હશે કે મહાભારતનું કુરુક્ષેત્રનું યુદ્ધ કેટલું ભયંકર અને વિનાશકારી હતું. મહાભારત મુજબ કુરુક્ષેત્રના યુદ્ધમાં કુલ ૧૮ અક્ષૌહિણી સેનાઓએ યુદ્ધમાં ભાગ લીધો હતો .આ પૈકી ૧૧ અક્ષૌહિણી સેના કૌરવોના પક્ષમાં હતી જ્યારે ૭ અક્ષૌહિણી સેના પંડવોની તરફેણમાં લડી હતી. અક્ષૌહિણી સેનામાં કેટલા રથ, હાથી, પાયદળ અને અને ઘોડા હોય છે આના સંબંધમાં મહાભારતના પર્વસંગ્રાહના પર્વનાં દ્વિતીય અધ્યાયમાં આનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. અક્ષૌહિણી સેના. અક્ષૌહિણી હિ સેના સા તદા યૌધિષ્ઠીરં બલમ…
“વાંઢાની પત્નીઝંખના”
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ;જોશી જૂઠી અવધો કહે પણ,હું હઈએ હરખાઉ, ૧ મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત;હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, ૨ અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી;પણ મુજ અરથે એક જ ઘડતાં, આળસ તુજને આવી, ૩ ઢેઢ ચમાર ગમાર ઘણા પણ, પરણેલા ઘરબારી;એ કરતાં પણ અભાગીયો હું, નહિ મારે ઘેર નારી, ૪ રોજ રસોઈ કરીને પીરસે, મુખે બોલતી મીઠું;મેં તો જન્મ ધરી એવું સુખ, સ્વપ્નમાં નહિ દીઠું, ૫ મુખના મરકલડાં કરિ કરિને, જુએ પતિના સામુ;દેખી મારૂં દિલ દાઝે ને, પસ્તાવો બહુ પામું,૬ વરકન્યા ચોરીમાં બેઠાં, એક બીજાને જમાડે;અરે પ્રભુ એવું સુખ ઉત્તમ, દેખીશ હું કે દહાડે, ૭ ચૌટેથી ચિતમાં હરખાતો,ચાલ્યો ચાલ્યો આવે;બાળક…
જાણો કેમ છે કળશનું મહત્વ.
આજથી બે સદી પહેલાનો વિચાર કરીએ તો આપણો દેશ નાના-નાના ગામડાઓ અને નાના નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત રહી હતી. એ સમયે વાહન વ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું. પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતા હતા. જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે…