કાઠિયાવાડ પોતાની અલગ જ સંસ્કૃતિ ધરાવે છે. અહીંના લોકોની મીઠાશ અને મહેમાનગતિ જગપ્રસિદ્ધ છે. આવો જાણીએ કાઠીયાવાડી વિશે વધુમાં…

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કાઠીયાવાડ.

સૌરાષ્ટ્રમાં જૂનાગઢ આસપાસનો વિસ્તાર સોરઠ, અમરેલી આસપાસનો વિસ્તાર કાઠિયાવાડ, ભાવનગર વિસ્તાર ગોહિલવાડ અને સુરેન્દ્રનગર આસપાસનો વિસ્તાર ઝાલાવાડ તરીકે ઓળખાય છે. અમુક વિસ્તાર પાંચાળ તરીકે પણ ઓળખાય છે.

કાઠિયાવાડનું નામ આ વિસ્તારમાં કાઠી દરબારોના વર્ચસ્વના કારણે પડ્યું છે. એ સમયમાં આ વિસ્તારમાં કાઠીઓનું વર્ચસ્વ હતું.

એક સમયે તેમની દાદાગીરી ચરમસીમાએ પહોંચેલી ત્યારે આવા ક્રૂર લોકોને પકડીને અમરેલીમાં એક સાથે બાંધીને તોપના ગોળાથી ઊડાવી દેવાનો ઇતિહાસ છે.

આ કામ માટે અંગ્રેજ સરકારની પણ મદદ લેવાયેલી. એ ઘટના પછી આ વિસ્તારને આવા લોકોમાંથી મુક્તિ મળતાં શાંતિ સ્થપાઈ હતી.

તો બીજી તરફ અહીં જોગીદાસ ખુમાણ જેવા બહારવટિયા પણ થયાં છે જે ભૂલથી કોઈ સ્ત્રી સામે કુદ્રષ્ટિ થઈ જાય તો આંખમાં મરચું નાખતાં.

કાઠિયાવાડ પોતાની અલગ જ સંસ્કૃતિ ધરાવે છે. અહીંના લોકોની મીઠાશ અને મહેમાનગતિ જગપ્રસિદ્ધ છે. કાઠિયાવાડ વિષે એમ કહેવાય છે કે,

કાઠિયાવાડમાં કોક દિ’, ભૂલોય પડ ભગવાન, તારા કરું જાજેરા સમ્માન, તને સ્વર્ગ ભૂલાવું શામળા.

અહીંના લોકોનો પહેરવેશ કાઠિયાવાડી પહેરવેશ તરીકે ઓળખાય છે. આજેય આ વિસ્તારમાં ગામેગામ ચોરણી અને માથે સાફો પહેરેલા લોકો જોવા મળશે.

બાજરાનો રોટલો, રીંગણાનો ઓળો, ખીચડી, કઢેલુ દૂધ કે છાશ, દહીં અથવા માખણ, રોટલા ઉપર ચોપડેલું ઘી વગેરે કાઠિયાવાડી ભોજન તરીકે ઓળખાય છે.

એનો સ્વાદ એવો તો મીઠો છે કે કોઈ એક વખત ખાય તો જીવનભર યાદ રહી જાય.

આ જ રીતે કાઠિયાવાડ પાસે પોતાની આગવી બોલી છે જે તળપદી ગુજરાતી ભાષા કહેવાય છે અને કાઠિયાવાડી બોલી તરીકે ઓળખાય છે. આ બોલીની મીઠાશ પણ એવી જ છે.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તમારો અભિપ્રાય જરૂર આપશો...

%d bloggers like this: