પંખીઓ ક્યાં ભણ્યા હશે ?એક સુંદર કાવ્ય રચના….

પંખીઓ ક્યાં ભણ્યા હશે ?
કે એક જ હરોળમાં ઉડે છે,
માણસો ક્યાં ભણ્યા હશે ?
જે પાછળ વાળાને નડે છે,
પંખીઓ ક્યાં ભણ્યા હશે ?
જે એક સાથે સહુ ઊંચે ચડે છે,
માણસો ક્યાં ભણ્યા હશે ?
જે આગળ વધતાને અચૂક નડે છે,
પંખીઓ ક્યાં ભણ્યા હશે ?
જે માળામાં તણખલા જડે છે,
માણસો ક્યાં ભણ્યા હશે ?
જે પરિવારના ને જ નડે છે,
પંખીઓ ક્યાં ભણ્યા હશે ?
જે સાંજે એકમેકને મળે છે,
માણસો ક્યાં ભણ્યા હશે ?
જે અડધી રાતે રખડે છે,
પંખીઓ ક્યાં ભણ્યા હશે ?
જેમનું જીવન થડે થડે છે,
માણસો ક્યાં ભણ્યા હશે ?
જે તરુવરને પણ નડે છે,
પંખીઓ ક્યાં ભણ્યા હશે?
જો સારસ મરે તો સારસી રડે છે,
માણસ ક્યાં ભણ્યા હશે ?
જે મર્યા પછી પણ ભૂત થઈ નડે છે.
થોડું વિચારો ઘણું સમજશો.
સહમત હોવ તો..
?????? ?????? ??? ????? ➡️??કરવાનું ભૂલશો નહીં.

