૨૬_જાન્યુઆરી_ભુકંપની_યાદ…
ભૂકંપની આ ભયાનક યાદો આજે પણ દરેક ભારતીયોના દિમાગમાં જીવીત છે .

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

કેટલીક દુઃખદ ઘટનાઓ એવી હોય છે કે વર્ષો વીતે , દાયકાઓ વીતે છતાં પણ એના ઘા ઝટ રૂઝાતા નથી .

આજથી 20 વર્ષ પહેલાં કચ્છની ભૂમિ ભૂકંપના જબરદસ્ત આંચકાઓથી ધણધણી હતી.આ ભૂકંપ એટલો ભયાનક હતો કે સમગ્ર કચ્છ જિલ્લો જ ધ્વસ્ત થઈ ગયો હતો .

26 મી જાન્યુઆરીને 2001 ના રોજ દેશભરમાં લોકો ગણતંત્ર દિવસની ઉજવણી કરી રહ્યા હતા ત્યારે કચ્છમાં 6.9 રીએક્ટરની તીવ્રતાવાળા ભૂકંપે સમગ્ર કચ્છને હચમચાવી નાખ્યું હતું .

ભૂકંપના કારણે કચ્છમાં જ 12,300 લોકોએ જાન ગુમાવ્યા હતા . ભુજ શહેર , જે ધરતીકંપના કેન્દ્રથી માત્ર 20 કિમી દૂર હતું , તે મોટાભાગે નાશ પામ્યું હતું .

ભચાઉ અને અંજારમાં પણ ભારે વિનાશ થયો હતો અને અંજાર , ભૂજ અને ભચાઉ તાલુકાના હજારો ગામોમાં તારાજી સર્જાઇ હતી .

ધરતીકંપને કારણે ભૂજના 40 ટકા ઘરો , આઠ શાળાઓ , બે હોસ્પિટલ અને ૪ કિમીનો માર્ગ નાશ પામ્યો હતો . શહેરનું ઐતિહાસિક સ્વામીનારાયણ મંદિર , ઐતહાસિક કિલ્લાઓ , પ્રાગ મહેલ અને આયના મહેલને પણ ભારે નુકશાન થયું હતું .

આજથી 20 વર્ષ પહેલાં 26 મી જાન્યુઆરીના રોજ સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરી રહ્યો હતો .

દેશભરમાં તિરંગાને ફરકાવીને સલામી આપવામાં આવી સાથે સાથે સ્કુલો – કોલેજોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું .

જ્યારે સમગ્ર દેશ પ્રજાસત્તાક દિવસ કરી રહ્યો હતો તે દિવસે 26 જાન્યુઆરી 2001 ) ગુજરાત રાજ્યમાં ભૂંકપે જબરદસ્ત તબાહી બોલાવી હતી .

જે સમયે ભૂકંપ આવ્યો બરાબર તે જ સમયે ઊંચી ઊંચી ઈમારતો પળવારમાં ખળભળી ગઈ હતી અને જમીનદોસ્ત થઇ ગઇ હતી .

પડું પડું થઇ રહેલી ઇમારતોમાંથી હેમખેમ બહાર આવવા માટે લોકો હવાતીયા મારી રહ્યા હતા . રસ્તા , રસ્તા મટીને કાટમાળમાં ફેરવાઇ ગયા હતા . માત્ર બે મિનિટ ચાલેલા ભૂકંપે કચ્છને કાટમાળમાં ફેરવી દીધું .

મંદિર હોય કે મસ્જિદ ભૂકંપે કોઇ ભેદ પાડ્યા જ નહોતા . જમ ઘર ભાળી ગયા હતા અને લોકો ખુલ્લી જગ્યાએ દોડી ગયા હતા .

કચ્છમાં ધરતીકંપને કારણે 60 ટકા ખોરાક અને પાણીનો પુરવઠો અને આશરે ૨,૫૮,૦૦૦ ઘરો નાશ પામ્યા હતા .

ભૂકંપની આ ભયાનક યાદો આજે પણ દરેક ભારતીયોના દિમાગમાં જીવીત છે .


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તમારો અભિપ્રાય જરૂર આપશો...

%d bloggers like this: