એક નાનો અમથો પ્રસંગ રખે ન બન્યો હોત તો ભારત માં મોટરસાયકલ નું આગમન થવામાં બીજા વર્ષો નીકળી ગયા હોત. કયો બનાવ ભારત માં એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ ના આગમન માટે જવાબદાર બન્યો ❓

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

Royal Enfield.

દેશભરમાં લાખો યુવકોને ચસ્કો લગાડનાર 350 CC ની રોયલ એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ નું આગમન આપણે ત્યાં ઈ. સ. 1955 ની સાલમાં થયું હતું.

મૂળ બ્રિટિશ મોટરસાયકલ નું નામ એનફિલ્ડ બુલેટ રાખવાનું કારણ એ કે .303 કેલિબરની બુલેટ છોડતી પ્રથમ વિશ્વયુદ્ધની સૌથી જાણીતી રાઈફલ નું નામ પણ એનફિલ્ડ હતું.

આ નામની વૈશ્વિક પ્રતિષ્ઠા જોતાં બ્રિટિશ કંપનીએ એનફિલ્ડ લેબલ અપાનાવ્યું.

1955 ની સાલમાં મદ્રાસ મોટર્સ કંપનીએ પણ એનફિલ્ડ ઈન્ડિયા લિમિટેડ નામ અપનાવી ભારત ના રસ્તા પર પહેલીવહેલી વાર મેઈડ ઈન ઈન્ડિયા મોટરસાયકલ દોડતી કરી.

એક નાનો અમથો પ્રસંગ રખે ન બન્યો હોત તો ભારત માં મોટરસાયકલ નું આગમન થવામાં બીજા વર્ષો નીકળી ગયા હોત.

કયો બનાવ ભારત માં એનફિલ્ડ બુલેટ મોટરસાયકલ ના આગમન માટે જવાબદાર બન્યો?

ભારત માં બુલેટ મોટરસાયકલ નું ઉત્પાદન કદાચ ન થયું હોત પણ બન્યું એવું કે સરકારે ભારત-પાક સરહદે લશ્કરી પેટ્રોલિંગ ના કાર્ય માટે બ્રિટનની એનફિલ્ડ કંપનીને એક સામટી 800 બુલેટ નો ઓર્ડર મોકલાવ્યો.

અને બીજા વર્ષે બીજી એટલી જ મોટરસાયકલ ખરીદવાની તૈયારી દેખાડી. કંપની આવડા મોટા ઓર્ડર ને પંહોચી વળે તેમ ન હતી,

એટલે તેણે ભારતીય પાર્ટનર ( મદ્રાસ મોટર્સ ) ને પંસદ કરી અંહી સહિયારૂ કારખાનું નાખ્યું.

આજે ભારત માં બુલેટ મોટરસાયકલ નું વાર્ષિક વેચાણ આઠસો ને બદલે આઠ લાખ નંગોના આંકડાને આંબવા આવી ગયું છે…!!

જો આવા લેખો તમને ગમતા હોય અથવા તમે તમારા પોતાની રચના, નિબંધ, સાહિત્ય તથા લેખો ‘ગુજરાતી મિડિયા’ મા મુકવા માગતા હોવ અને ટિમ ગુજરાતી મિડિયા નો હિસ્સો બનવા માગતા હોવ તમારી માહિતી “કોન્ટેક્ટ ફોર્મ” આપશો. અમે ચોક્કસ તમારો સંપર્ક કરીશું.


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તમારો અભિપ્રાય જરૂર આપશો...

%d bloggers like this: