૪ પૈસા.. એટલે શું …?
ચાર પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

છોકરો કાંઈક કમાશે તો, ૪ પૈસા ઘર માં આવશે.
૪ પૈસા કમાશો તો, પાંચ માં પુછાશો ..
અથવા,
૪ પૈસા કમાવા માટે, માણસ રાત દિવસ કામ કરે છે..

તો સવાલ છે કે,
આ કહેવાતો માં ૪ પૈસા જ કેમ ૩ પૈસા નહીં ૫ પૈસા નહીં ..❓❓

🙏🏻 તો ૪ પૈસા કમાવાની કહેવતને વડીલો પાસેથી માર્મિક વિગતો જાણી તેને સમજીએ..

👉🏻 પહેલો પૈસો કૂવા માં નાંખવાનો.
👉🏻 બીજા પૈસા થી પાછળનું દેવું (કરજ) ઉતારવાનું.
👉🏻 ત્રીજા પૈસા થી આગળનું દેવું ચૂકવવાનું.
👉🏻 ચોથો પૈસો આગળ માટે જમા કરવાનો….

હજુ વાતની ગુઢતા વિગતે સમજીએ.

✅ 1.) એક પૈસો કૂવા માં નાંખવાનો.
એટલે કે,
પોતાના પરિવાર અને સંતાનનો પેટ રૂપી ખાડો(કુવો) પુરવા માટે વાપરવાનો.

✅ 2.) બીજો પૈસો પાછળ (પિતૃઓ)નું દેવું (કરજ) ઉતારવા માટે વાપરવો.
પોતાના માતા પિતાની સેવા માટે..,
તેમણે આપણું જતન કર્યું, પાલન પોષણ કરી મોટા કર્યા તો, તે કરજ ઉતારવા માટે.

✅ 3.) ત્રીજો પૈસો આગળ (સંતાનો)નું દેવું ચૂકવવા માટે વાપરવાનો
પોતાના સંતાનને ભણાવી, ગણાવીને આગળ ઉચ્ચ અભ્યાસ માટે.
(એટલે કે ભવિષ્યનું દેવું)

✅ 4.) ચોથા પૈસાને આગળ (પુણ્ય) જમા કરવા માટે વાપરવાનો.
એટલે કે, શુભ પ્રસંગ અશુભ પ્રસંગ, દાન અર્થે, સંતોની સેવા અર્થે અને અસહાયની મદદ માટે ..!

તો.. આ છે, ૪ પૈસા કમાવાની વાત ..!

✍🏼 🙏🏻।। जय श्री हरि ।।🙏🏻 ✍🏼

જો આ લેખ તમને ગમ્યો હોય તો ઉપર આપેલા Like બટન👆👆 પર ક્લિક કરવાનું ભૂલશો નહીં.
𝐿𝑖𝑘𝑒👍🏻
𝐹𝑜𝑙𝑙𝑜𝑤📃👆🏻
𝐴𝑛𝑑 𝑠𝒉𝑎𝑟𝑒➡️🤝🏻


Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

તમારો અભિપ્રાય જરૂર આપશો...

%d bloggers like this: