જાણો કેમ છે કળશનું મહત્વ.

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  આજથી બે સદી પહેલાનો વિચાર કરીએ તો આપણો દેશ નાના-નાના ગામડાઓ અને નાના નગરોનો બનેલો સમૂહ હતો. આ ગામો અને નગરો મહદઅંશે કોઈ ને કોઈ નદીના કિનારે વસેલા હતાં કારણ કે પાણી-જળ એ મનુષ્યની પહેલી અને મહત્વની જરૂરિયાત રહી હતી.

એ સમયે વાહન વ્યવહાર અને મુસાફરી પગપાળા કે બળદગાડામાં થતી હતી, તે જ પ્રમાણે પાણી તો નદીકિનારે અથવા કૂવામાંથી ભરી લાવવું પડતું હતું.

પાણી લાવવા માટે મનુષ્યે સર્વપ્રથમ માટીની ગાગર બનાવી હતી અને તે પછી જ્યારે તેણે ધાતુની શોધ કરી ત્યારે ધાતુના ઘડા તેણે બનાવ્યા જેને તે કળશ પણ કહેતા હતા.

જળ ભરેલો કળશ હર્યાભર્યા જીવનનું સુંદર પ્રતીક માનવામાં આવે છે. સંસ્કૃતિના બીજા તબક્કામાં મનુષ્ય જ્યારે ખેતી કરવા લાગ્યો ત્યારે માટી અને જળની મહત્તા તેને સમજાઈ હતી.

ધન-ધાન્ય તે આ બે વસ્તુના સંયોજનથી જ મેળવી શકતો હતો. આથી જ્યારે સર્વપ્રથમ તેણે માટીનો ઘડો બનાવ્યો ત્યારે તેમાં જળ ભરવાનો જ તેનો આશય હતો.

માટી અને જળના સુભગ મિલને તેને ખુશ કરી દીધો અને જળના સંગ્રહ માટે વિવિધ પ્રકારના ઘડા-કળશ તેણે બનાવ્યા અને જીવન તથા જીવંતતાના પ્રતીક તરીકે તેણે તેમાં વૃક્ષનાં પાન અને શ્રીફળનો સુશોભન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો.

કળશ મનુષ્યની પ્રાથમિક જરૂરિયાતોનું સૌંદર્યવાન પ્રતીક કહેવામાં આવે છે.

હિન્દુ રીવાજ અનુસાર જ્યારે પણ કોઇ પુજા થાય છે ત્યારે મંગળ કળશની સ્થાપના ચોક્કસપણે કરવામાં આવે છે.

મોટા અનુષ્ઠાન, યજ્ઞ વગેરેમાં તો પુત્રવતી સૌભાગ્યવતી મહિલાઓ મોટી સંખ્યામાં મંગળ કળશ લઈને શોભાયાત્રામાં નીકળે છે. તે સમયે સૃજન અને માતૃત્વ બંનેની પુજા એકી સાથે શરુ થાય છે.

સમુદ્ર મંથનની કથા ખુબ જ પ્રસિધ્ધ છે. સમુદ્ર જીવન અને બધા જ દિવ્ય રત્નોની ઉપલબ્ધીઓનો સ્ત્રોત કહેવામાં આવે છે. સૃષ્ટીના નિયામક વિષ્ણુ, રુદ્વ અને બ્રહ્મા ત્રિગુણાત્મક શક્તિ માટે આ બ્રહ્માંડરૂપી કળશમાં વ્યાપ્ત છે.

બધા જ સમુદ્ર, દ્વીપ, આ ધરતી, બ્રહ્માંડના સંવિધાન, ચારો વેદોએ આ કળશની અંદર સ્થાન લીધેલા છે.

જો આ પોસ્ટ તમને ગમતી હોય તો ઉપર આપેલા #Like બટન👆👆 પર ક્લિક કરવાનું ભૂલશો નહીં.
𝐿𝑖𝑘𝑒👍🏻
𝐹𝑜𝑙𝑙𝑜𝑤📃👆🏻
𝐴𝑛𝑑 𝑠𝒉𝑎𝑟𝑒➡️🤝🏻

#smilechallenge
#OurPlanetChallenge
#truelovechallenge


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તમારો અભિપ્રાય જરૂર આપશો...

%d bloggers like this: