એ માણસ મને નહિ ગમે..!
મન મુજબ વાતો કરે,
એ માણસ મને નહિ ગમે!
જરૂર પડે સાદ કરે,
એ માણસ મને નહિ ગમે!
કહીને જશો તો આખી
જિંદગી રાહ જોઈશ,
મન મુજબ આવે ને જાય,
એ માણસ મને નહિ ગમે!
મોઢામોઢ ગમે એવું
સંભળાવી દે એ ગમશે,
પીઠ પાછળ વાતો કરે,
એ માણસ મને નહિ ગમે!
આંખો બતાવી આંખો
કાઢી જાય તો ચાલશે,
આંખમાં આંસું રાખી છેતરે,
એ માણસ મને નહી ગમે!
લાગણીનું ખેતર કોરું રહી
જાય તો ભલે રહી જાય,
મોસમ પ્રમાણે બદલાય,
એ માણસ મને નહી ગમે!

