એક હ્રદયસ્પર્શી રચના.

મિલાવું જો હાથ તો…
એમાં મિલાવટ હું નથી કરતો.!
સમય વર્તી સંબંધોમાં,
સજાવટ હું નથી કરતો.!
જરૂર પડે કોઈને તો જીવતે જ
ખભો–સહારો આપી દઉ છું,
કોઈ કિતાબમાં નથી લખ્યું કે,
આ કામ મર્યા પછી જ કરવું…!
નમતો હતો, નમું છું અને નમીશ,
સંબંધ સાચવવા.,
બાકી, લાચાર ત્યારે પણ નહતો,
અને આજે પણ નથી.
કોઈને દુઃખ ના થાય એ માટે
મૌન વજનદાર રાખું છું.
નહિતર શબ્દો તો
હું પણ ધારદાર રાખું છું.!
જીભ કડવી છે મારી
પણ દિલ સાફ રાખું છું,
કોણ ક્યારે અને ક્યાં બદલાયા
બધો હિસાબ રાખું છું.
હું ઘણું બધું જાણું છું,
પણ અજાણ રહું છું.
ના બોલવું એ મારી કમજોરી નહીં
પણ મૌન રહેવું એ મારી તાકાત છે.
જ્યારે-જ્યારે ચૂપ રહ્યો છું
સૌને સારો લાગ્યો છું,
પણ જ્યારે સાચું કહ્યું છે
પારકા તો ઠીક પોતાનાઓને
પણ કડવો ઝેર લાગ્યો છું.
હક થી પૂછશો તો શ્વાસોશ્વાસની
ખબર આપીશ,
શંકાએ જો સ્થાન લીધું તો
મોતની પણ ખબર નહીં આપું.
મૌન ખાલી સમય છે,
બાકી બધી ખબર હોય છે કે
કોની પાછળ કોણ છે..!
બધા પાઠ કિતાબોમાં નથી હોતા.
કંઈક તો અનુભવોમાંથી
પણ શીખવું પડે છે…!!
તમને રચના ગમી હોય તો લાઈક કરીને આગળ સેન્ડ જરૂર કરશો.

