બીતાં બીતાં જીવવું
સાલું ક્યાંથી ફાવે.
સુક્ષ્મોને કરગરવું.
સાલું ક્યાંથી ફાવે..?

મેલા ઘેલા હાથોને
ઘસી લઈએ તોય ચાલે
ચોખ્ખાચટ્ટને ઘસવું.
સાલું ક્યાંથી ફાવે..?

ના ભેટા ભેટી, ના ધબ્બા ધબ્બી,
અને ના ઉષ્મા કે હૂંફ વીના,
બસ આઘા ઉભા ઉભા હસવું.
સાલું ક્યાંથી ફાવે..?

લોભામણાં રૂપ ને
કાળા પડદા પાછળ છુપાવી
અંદરથી સમસમવું
સાલુ ક્યાંથી ફાવે..?

હાલની પરિસ્થિતિ ને ભગવન્,
અમે સમજી શકીએ છીએ.
તમને પણ પૃથ્વી પર અવતરવું
સાલુ ક્યાંથી ફાવે..?

Spread the love

2 Comments

Kishore Panchmatia · October 2, 2020 at 10:12 am

આજની પરિસ્થિતિ ને અનુરૂપ રચના ધન્યવાદ

Leave a Reply