#રહસ્યમય_ગામ_કુલધરા.

રાજસ્થાન નું કુલધરા ગામ નો દીવાન જાલમસિંહ અને તે ગામમાં રહેતી એક સુંદર છોકરી પર તેની નજર પડી.

છોકરીની સુંદરતા જોઈને દિવાન સાલમસિહ પર તેને મેળવવાનું પાગલપન સવાર થઈ ગયુ.

તેણે નક્કી કર્યું કે કોઈપણ સંજોગોમાં કોઈ પણ રીતે આ છોકરી ને તો મારે મેળવી જ છે અને તેના માટે જે પણ કિંમત ચૂકવવી પડે હું આપીને હાંસલ કરીશ.

દિવાન સાલમ સિંહે તે છોકરીને મેળવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા . પણ આ બ્રાહ્મણ કન્યા મેળવવાના તેના મનસૂબા સિદ્ધ થયા નહીં તેથી તેને તે ગામના બ્રાહ્મણો પર ધાક જમાવવાની શરૂઆત કરી દીધી.

હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે દીવાને છોકરી ના ઘરે સંદેશો મોકલાવ્યો કે જો આવતી પૂનમ સુધી તેને છોકરી સોંપવામાં નહીં આવે તો ગામ પર હુમલો કરીને તે છોકરીનું અપહરણ કરશે.

ગ્રામજનો માટે આ મુશ્કેલીનો સમય હતો તેઓએ કાં તો ગામને બચાવવું કે પછી તેમની પુત્રીને બચાવવી.

ગામની છોકરી ને દિવાન સાલમ સિંહને હવાલે કરવી કે પછી ગામને બચાવવુ શું નિર્ણય લાવવો તેના માટે ગ્રામજનોએ એક મંદિરમાં ભેગા થવાનો નિર્ણય કર્યો.

ગ્રામજનો અને પંચાયતે આખરે આ અસમનજસ નો આખરે એવો નિર્ણય કર્યો કે કંઈપણ થાય આપણી ગામ ની પુત્રી છે તેને આ દિવાન ને તો નહીં જ સોપવામાં આવે પણ ગામને બચાઉ તો પડશે.

પછી શું !! ગ્રામજનોએ ગામ ખાલી કરવાનું નક્કી કર્યું અને રાતોરાત બધા નીકળી ગયા . સવાર પડતાં પહેલાં ગામમાં થી નીકળી જવું જરૂરી હતું.

આ પાલીવાલ બ્રાહ્મણો જતા જતા શ્રાપ આપીને ગયા કે..આજ પછી આ ગામમાં કોઈ જ વસવાટ કરી શકશે નહી.

એવું કહેવાય છે કે આ ગામ આધ્યાત્મિક શક્તિઓ ના કબજામાં છે.

આ શ્રાપને કારણે આજ સુધી આ ગામમાં કોઈ જ વસવાટ કરી શકતું નથી . આ પાલીવાવ બ્રાહ્મણો આ ગામને છોડીને ગયા પછી તેમની શું હાલત થઈ તેઓ ગામમાં ફરી આવ્યા કે નહીં કશું જ જાણવા મળતું નથી.

તેઓ આ ગામને જે હાલતમાં છોડીને ગયા હતા તે જ હાલતમાં હજુ પણ ત્યાં એવી જ સ્થિતિ જોવા મળે છે.

એવું કહેવાય છે કે તેઓ જતા જતા તેમની માલ – મિલકત , હીરા -ઝવેરાત બધુ જમીન નીચે દાટી ને ગયા હતા.

પાલી વાવ બ્રાહ્મણોએ આ ગામને વૈજ્ઞાનિક ઢબે બાંધકામ કરીને બનાવ્યા હતા . વેરાન રણમાં પણ આટલી ગરમી વચ્ચે પણ ઘર એવી રીતે બનાવ્યા હતા કે ઠંડક આપે.રેતાળ પ્રદેશ હોવા છતાં અહીં ઘરમાં ગરમીનો અહેસાસ જરા પણ થતો નથી.

દરેક ઘરમાં છિદ્રો હતા અને એવી રીતે ઘર જોડાયેલા હતા કે એક ઘરથી બીજા ઘર સુધી આ છિદ્રો દ્વારા અવાજથી તમે સંદેશો પહોંચાડી શકો.

એક સમયે હસતુ રમતું ગામ હાલમાં અવશેષોમાં પરિવર્તન થઈ ચૂક્યું છે.

ટૂરિસ્ટ પ્લેસ માં ફેલાયેલું ગામ આવનારા પ્રવાસીઓને અહીંયા ૧૭૦ વર્ષ પહેલાના રહેતા પાલીવાવ બ્રાહ્મણોના અવાજનો આજે પણ એહેસાસ થાય છે.

આ ગામમાં પ્રવેશતા જ એવું લાગે છે કે તમે કોઈ અલગ દુનિયામાં પ્રવેશી ગયા હોવ દિવસ હોવા છતાં ભયાનક અને સુમસામ દેખાય છે.

સરકારે આ ગામને tourist place બનાવ્યું હોવા છતાં આ ગામમાં રાત્રે રોકાણ કરવાનું કોઈ હિંમત કરી શકતું નથી.

આ કુલધરા ગામ રહસ્યમય અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે.જેમાં પુત્રીની આબરૂ બચાવવા માટે પાલિવાલ બ્રાહ્મણો એ રાતોરાત આખું ગામ ખાલી કરી દીધુ હતુ.

Spread the love

0 Comments

Leave a Reply