એક હૃદયસ્પર્શી રચના…

ક્ષણ છોડી ને , સદી માં શોધું છું!
ખોવાયેલી નાવ , નદીમાં શોધું છું !!

છે બધું છતાં કેમ, ખૂટે છે કશુ ?
સુખના કારણો,અતીતમાં શોધું છું !!

સમાયું બધુંએ , શૂન્યમાં જાણું છું!
તોય જુઓ બધું , અતિમાં શોધું છું !!

ભટક્યા કરે છે મન , આદતોને વશ !
તેનાં બહાના , સપ્તપદીમાં શોધું છું !!

હશે ચોક્કસ કારણો ,મારા જ છતાં !
કારણો વિફળતા, નિયતિમાં શોધું છું !!

થવાય જો સ્થિર , તો તે સહજ મળે !
ટેવ, વશ,લક્ષ્ય ,હું ગતિમાં શોધું છું !!

હાં કેટલો સ્વાર્થી છું , હું પણ જુઓને !
ઈશ્વરને પણ હું , આપત્તિમાં શોધું છું.!!

જો તમને રચના ગમી હોય તો સોશિયલ મીડિયામાં જરૂર શેર કરજો..

Spread the love

0 Comments

Leave a Reply