અર્ધ બળેલી અગરબત્તી,
એકદમ કડક ચાયની પત્તી,
સસ્તા અત્તરનું પૂમડું,

ના પાકેલું ગુમડું,
ના કહેલી વાતો,
અર્ધ જાગેલી રાતો,

નાના બાળકની જીજ્ઞાસા,
કાયમની ટકેલી આશા,
સ્લીપરમાં ઘુસેલી ફાંસ,

કવિતાનો પરાણે પ્રાસ,
મિલનનો નિરંતર પ્રયાસ,
મનની ઈચ્છાનો વાસ,

વીતવા આવેલી અમાસની રાત,
ફાટેલા કાપડની ભાત,
Fm નું ગીત,

ના થયેલી પ્રીત,
યાદોની પોટલી,
ઘી વગરની રોટલી,

સાડીની સેટ કરેલી પાટલી,
કોલ્ડ્રીંકની ધોયેલી બાટલી,
માસ્ક પહેરેલા કાન,

મંદિરમાં ભટકેલું ધ્યાન,
ત્રાંસી આંખે જોવાતા ચ્હેરા,
સાંભળતા બ્હેરા,

સ્ક્રેચ પડેલા ચશ્માં,
લોકડાઉન ના દિવસો વસમાં,
સેટ કરવાની બાકી મુછ,
કૂતરાની બે પગ વચ્ચે દબાવેલી પૂંછ,

મનગમતી વાનગી,
અણગમતી લાગણી,
ક્યારેક કોરોનાનો ત્રાસ,
કાયમ ફેમિલીનો સહવાસ.

~ પરેશ દવે ‘પેરી

Spread the love

0 Comments

Leave a Reply