પાર્લે જી બિસ્‍કીટ…..

ભલે લોકો ગમેતેમ કહે…..

કોઇક તો કહે છે એને કુતરાય સુંધતા નથી..

એ એટલા સસ્‍તા છે કે એનુ પેકેટ હાથ મા લઇ ને નિકળતા કેટલાક માણસ શરમાય છે. !!! .

વર્ષો થી એકજ કવોલીટી ના આ પાર્લેજી ને લોકો જોતા આવ્યા છે….. એનો ભાવ પણ ભારતીય ખાદ્ય પદાર્થો માં સૌથી સ્‍થિર છે..

હવે આખા દિવસ ના પ૦ રૂપીયા કમાઇ ના શકનાર માટે દસ પંદર રૂપીયામાં આનાથી વધુ સસ્‍તો ખોરાક કે એનાથી વધુ પૌષ્‍ટીક ખોરાક તમે કલ્‍પી શકો તેમ છો ? બે ત્રણ વખત ચા સાથે ખાઇ ને માણસ દહાડો કાઢી શકે છે !!!

ગરીબ કયાંથી સો બસો રૂપીયાની ભોજન ડીસ જમી શકવાના ?? માનવ વસ્‍તિ વધી છે એમ કુતરાને રોટલા નાખનારા વધ્યા છે..

સોસાયટી ઓ ના ધણા કુતરા ધી વગર ની ભાખરી કે રોટલી પણ ખાતા નથી… ખાત્રી કરી લેજો..

કેમકે સોસાયટી ના બે પાંચ કુતરાઓ ને ખાવાનુ દેવા વાળા પ૦ થી ૧૦૦ ધર હોય છે..તો કુતરા બીસ્‍કીટ તો કયાંથી ખાય ??

પણ ઝુપડપટીના ભૂખ્‍યા બાળકો ને એ જીવવા નો ખોરાક છે..

પાર્લે કુ. સ્વદેશ ની કંપની છે.. અનેક પ્રોડકટો મોંધી મોંધી પણ એની બજાર માં છે..

છતા ય એમણે આ એક પ્રોડકટ ગરીબ માટે નફા વગર કે સાવ મામુલી નફે કે ખોટ થી પણ ચાલુ રાખી છે.. એ તો કહેવુ પડશે..

અને એમા ખાંડનુ પ્રમાણ પણ જાળવ્‍યુ છે.. વર્ષો થી… એજ પાર્લેજી … એજ લેબલ.. એજ કવોલીટી… એજ ભાવ….ભલે લોકો ગમેતેમ કહે..

સરકાર ગમે તે હોય… ગરીબ પાસે પાર્લે જી બીસ્‍કીટ તો છે જ… વળી હાઇજેનીક.. શુધ્‍ધ… અને.. કદી કોઇ સડેલ કે તબિયત ને નુકશાન કર્તા નથી…

તમારી ભેળપુરી કે પીઝા બર્ગર કરતા ય શુધ્‍ધ..પાર્લે જી બિસ્‍કીટ…..

Spread the love

0 Comments

Leave a Reply