આજે ફાંસી વિષે કંઈક વિશેષ જાણીએ…

Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

ભારતમા છેલ્લી ફાંસી ઇ.સ.૨૦૧૫ માં યાકુબ મેમને આપવામાં આવી હતી.

અત્યાર સુધી ૫૭ જેટલા લોકોને ફાંસી અપાઈ છે.

ફાંસી આપતાં પહેલાં જેલ પ્રસાશન કોર્ટ પાસેથી બ્લેક વોરંટની માગણી કરે છે.આવું બ્લેક વોરંટ આવી ગયા પછી જ ફાંસી આપવાની પ્રક્રિયા હાથ ધરાય છે.

જે કેદીને ફાંસીની સજા કરવામાં આવી હોય તેને એકવાર ભારતના રાષ્ટ્રપતિને પોતાને અપાતી ફાંસીની સજા અટકાવવા કે માફ કરાવવા દયાની અરજી કરવાની જોગવાઈ છે.મહામહીમ રાષ્ટ્રપતિ તેવી અરજી પર વિચાર કરે છે અને જો તેવી દયાની અરજી નામંજુર કરાય ત્યારપછી કોર્ટ પાસે બ્લેક વોરંટની માગણી કરાય છે.

આ વોરંટમાં ફાંસી આપવાનું સ્થળ, જગ્યા અને તારીખ લખેલી હોય છે.આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થાય પછી જ ફાંસીની સજાની તૈયારી શરૂ કરવામાં આવે છે.

આ વોરંટ પછી જેલના ધારાધોરણો પ્રમાણે ખાસ ખાસ બાબતોનું ય ધ્યાન રાખવાનું હોય છે.જેલના જે પરિસરમાં ફાંસી કોઠીમાં એક ડેથ સેલ હોય છે.આ સ્થળે જેના નામે બ્લેક વોરંટ નીકળ્યું હોય તેવા કેદીઓને રખાય છે.

ત્યાં આ કેદીના સ્વાસ્થ્યનું પુરેપુરૂ ધ્યાન રાખવામાં આવે છે.તેને એકલો જ રાખવામાં આવે તે ઉપરાંત તે પોતાને કોઈપણ જાતનું નુકસાન ન કરી બેસે તેનું સતત અને સંપૂર્ણ ધ્યાન રખાય છે.

તેને પહેરાવેલ કપડાંને નાડું પણ રખાતું
નથી કેમ કે તે આપઘાત પણ ન કરી શકે.

આખા દિવસ દરમ્યાન એટલે દર ચોવીસ કલાકે.એકવાર ખુલ્લી હવામાં અડધો કલાક લઈ જવાય છે.

ભારતમાં ફક્ત 2 જ જલ્લાદ છે. તેમને સરકાર દ્વારા કેદીઓને ફાંસી આપવાની સેલરી પણ આપવામાં આવે છે. આ કામ માટે મોટુ કલેજુ હોવું જોઇએ.

સામાન્ય વ્યક્તિને ફાંસી આપવા માટે સરકાર જલ્લાદોને 3000 રૂપિયા આપે છે જ્યારે કોઇ આતંકવાદીને ફાંસી આપવા માટે આ રકમ વધારવામાં આવે છે.

તમે તે નહી જાણતા હોવ કે ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી આપનાર જલ્લાદને સરકારે 25000 રૂપિયા આપ્યાં હતાં.

ફાંસી આપતા પહેલાં જલ્લાદ અપરાધીના કાનમાં માફી માંગે છે અને કહે છે કે, મને માફ કરી દે ભાઇ, હું મજબૂર છું.

જો મરનાર વ્યક્તિ હિન્દુ હોય તો જલ્લાદ તેના કાનમાં રામ-રામ બોલે છે અને જો મરનાર વ્યક્તિ મુસ્લિમ હોય તો જલ્લાદ તેને આખરી સલામ કહે છે.

સાથે જ જલ્લાદ તેમને કહે છે કે હું સરકારના દુકમનો ગુલામ છું તેથી હું ઇચ્છવા છતાં કઇ નથી કરી શકતો. આટલું કહીને તે ફાંસીને ફંદો ખેંચી લે છે.

આમ આ ડેથસેલની દેખરેખ સ્પે.પોલીસ બબ્બે કલાકની પાળીથી કરે છે.

આ થઈ ડેથસેલની વાત..હવે આગળ જોઇએ કે ….

કોઈ પણ આરોપીને ફાંસીના ફંદા સુધી લઈ જવા માટે એક ખાસ પ્રક્રિયાનું પાલન કરવાનું હોય છે.

ફાંસીના કેદીને ફાંસીના એકાદ બે દિવસ પહેલાં કેદીને ડેથસેલથી બીજે ટ્રાન્સફર કરાય જેથી તે ફાંસીની થતી તૈયારીઓ જોઈ ન શકે.

ફાંસી આપતાં પહેલાં તેની છેલ્લી ઈચ્છા પુરી કરવા પ્રયાસ પણ કરાય છે. જો કોઈ વસીયતનામુ કરવા માગતો હોય તો તે પણ
તેની પણ જેલ સત્તાવાળાઓ સગવડ કરે છે.અને મેજીસ્ટ્રેટ સમક્ષ તેનું વસીયત નામું
બનાવાય છે.

છેલ્લે કેદી પોતાના સગા સબંધીઓને મળવા ઈચ્છે તે ઈચ્છા પણ પુરી કરાય છે.
જેના ઘણા નિયમો પણ છે. જેનું કડકાઈથી પાલન કરવામાં આવે છે.

ફાંસીના એક કે બે દિવસ પહેલા કેદીને ડેથ સેલમાંથી કાઢીને બીજા સેલમાં ટ્રાન્સફર કરી દેવાય છે. જેથી તે ફાંસી આપવાની તૈયારીઓને ન જોઈ શકે.

ફાંસી પહેલા જો આરોપી તેની વસિયત કરવા માંગે તો તેની પણ વ્યવસ્થા છે. તેના માટે સ્પેશ્યલ મેજિસ્ટ્રેટને અહીંયા બોલાવવામાં આવે છે અને તેની સામે જ વસિયત લખાવવામાં આવે છે.

આટલું જ નહીં જો કેદી તેના પરિવારજનોને મળવા માંગતો હોય તો તેને પણ મળવાની મંજૂરી આપવામાં આવે છે.

ફાસીની સજા સવારે જ આપવામાં આવે છે.

ફાંસીની સજા જેને ફટકારવામાં આવે છે તેની પાસે આખો દિવસ રાહ જોવડાવવી યોગ્ય નથી. તેનું મોત નિશ્ચિત છે તેવા સમયે તેનાં મગજ પર ખરાબ અસર પડી શકે છે. તેનાં મગજ પર અવળી અસર ન થાય તેનાં માટે સવારે વહેલા જ તેને ઉઠાવીને નિત્યકર્મ પતે તે પછી તેને ફાંસી માટે લઈ જવામાં આવે છે.

ફાંસી આપવાના દિવસે કેદીને વહેલી સવારે ચારેક વાગ્યે ઉઠાડી નાહવા માટે મોકલવામાં આવે છે. ત્યારબાદ તેને ચા પાણીનો પણ આગ્રહ કરવામાં આવે છે.

ફાંસીનો સમય જેમ નજીક આવે તેમ આરોપીને બહાર કાઢવામાં આવે છે.
આ સમયે કેદી પાસે લગભગ દસબાર ગાર્ડ હોય છે. તેનો ચહેરો ઢાંકેલો હોય છે.

કેટલાક વાર તો કેદી એટલો ગભરાઈ જાય છે કે તેને ખભે ટેકો કરીને ફાંસીના ફંદા સુધી લાવવો પડે છે.

જેલના કાયદા પ્રમાણે ફાંસી આપતી વખતે એક ડોક્ટર જે મોતની પુષ્ટી કરે છે. બીજા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જેમની હાજરી અને દેખરેખમાં ફાંસીની પ્રક્રિયા પુરી કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજા જેલર અને ચોથા ડેપ્યુટી સુપ્રીડેન્ટન્ટ જેલર હોય છે.

આ ઉપરાંત દસેક કોન્સ્ટેબલ અને બે હેડ કોન્સ્ટેબલ પણ હાજર હોય છે. આ ઉપરાંત અન્ય એક વ્યક્તિ હોય છે તેને જલ્લાદ તરીકે ઓળખવામાં આવે છે. જે આરોપીને ફાંસી આપે છે.

ફાંસીની પ્રક્રિયા દરમિયાન જેલનો સ્ટાફ એકબીજા સાથે વાત ન કરી શકે. જેલમાં સન્નાટો છવાઈ જાય છે.

જલ્લાદ કેદીના હાથ પગ બાંધી તેના મોંઢે કાળું કપડું પહેરાવી દે છે.પછી નક્કી કરેલા સમય પ્રમાણે જેલર રૂમાલ નીચે ફેંકે છે. ત્યારબાદ જલ્લાદ લીવર ખેંચે છે. ત્યારબાદ કેદી ફાંસીના ફંદે લટકી જાય છે. તેના અડધા કલાક પછી ત્યાં હાજર ડોક્ટર કેદીના શ્વાસ તપાસી તેને મૃત જાહેર કરે ત્યારબાદ જ તેને ફાંસીના ફંદામાંથી બહાર કાઢવામાં આવે છે.

ઈ.સ.૧૯૪૫માં તિહાર જેલ બનાવવાની શરૂઆત થઈ હતી ત્યારબાદ ઇ.સ૧૯૫૮ માં તેની કામગીરી પુરી થઈ હતી. ત્યારબાદ ત્યાં કેદીઓને રાખવાની શરૂઆત કરી દેવાઈ હતી.

અંગ્રેજોના સમય દરમિયાન જ તિહારના નકશામાં ફાંસી ઘરનો નકશો પણ બનાવાયો હતો. તે નકશા પ્રમાણે જ ફાંસી ઘર બનાવાયું હતું.

જેને હવે ફાંસી કોઠી તરીકે ઓળખવામાં આવે છે. આ ફાંસી કોઠી જેલ નંબર ત્રણમાં કેદીઓના બેરેકથી ઘણી દુર અલગ સુમસાન જગ્યાએ બનાવાઈ છે..

વાચેલી નોંધો ના આધારે…


Spread the love
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  
 •  

તમારો અભિપ્રાય જરૂર આપશો...

%d bloggers like this: